ગુજરાતી ભાષામાં માહિતી
ઓરેન્જ ડોર પારિવારિક હિંસાના સંજોગોમાં મદદ કરે છે તેમજ, બાળકોના કલ્યાણ અને વૃદ્ધિ-વિકાસ માટે સહાયની જરૂરીયાતવાળા પરિવારોને સહાય કરે છે.
ક્યારેક ઘરમાં કે સંબંધોમાં બધું બરાબર ન હોય તેવું બને અને તમારે મદદ અને ટેકાની જરૂર હોય શકે છે. ઓરેન્જ ડોર તમારી વાત સાંભળવા માટે અને તમારે જરૂરી ટેકો ઝડપથી અને સરળતાથી મેળવવામાં તમને મદદ કરવા માટે છે.
જો તમે તત્કાળ જોખમમાં હોવ તો, ત્રણ શૂન્ય (000) પર ફોન કરો.
ઓરેન્જ ડોર નીચેના સંજોગોમાં સહાય કરી શકે છે:
- તમારે વાલીપણા વિષયક સહાયની જરૂર હોય, અથવા તમે બાળક કે નાની ઉંમરના વ્યક્તિના કલ્યાણ કે વૃદ્ધિ-વિકાસ બાબતમાં ચિંતિત હોવ.
- તમારી આત્મીય વ્યક્તિ જેમ કે, તમારા જીવનસાથી, પહેલાંના સાથી, પરિવારજન કે સંભાળકર્તા, તમને ડરાવી રહ્યા હોય અથવા અસલામત અનુભવ કરાવવી રહ્યા હોય.
- તમે એક બાળક અથવા નાની ઉંમરની વ્યક્તિ છો જેને અસલામતીનો અનુભવ થઇ રહ્યો હોય અથવા તમારી સંભાળ રાખવામાં આવી રહી નથી એવું લાગી રહ્યું હોય.
- તમે અપમાનજનક અથવા નિયંત્રિત વર્તનનો કરો તેવું જોખમ છે અથવા તમારે ઘરે અથવા સંબંધમાં આ વર્તણૂકો સામે મદદની જરૂર છે.
- તમારી જાણીતી કોઇ વ્યક્તિની સલામતી અંગે તમે ચિંતિત છો.
- તમે ક્યાં જાવ છો, કોને મળો છો અથવા ક્યાં પૈસા વાપરો છો તેના પર કોઇ નજર રાખી રહ્યું હોય, તેવા કાબૂમાં રાખવાના વર્તન સહિતની પારિવારિક હિંસાનો તમે અનુભવ કર્યો હોય.
ઓરેન્જ ડોર તમને નીચેની રીતે સહાય કરી શકે છે:
- તમારી વાત અને તમને શેની ચિંતા છે તે સાંભળી શકે છે.
- તમારે જરૂરી સહાય અને ટેકો મુકરર કરવામાં તમારી સાથે કામ કરી શકે છે.
- બાળકો અને નાની ઉંમરના વ્યક્તિઓના કલ્યાણ અને વૃદ્ધિ-વિકાસ બાબતમાં તમને ટેકો આપી શકે છે.
- તમને અને તમારા બાળકોને સલામત રાખવા માટે સલામતીની યોજના તૈયાર કરવામાં સહાય કરી શકે છે.
- કાઉન્સેલિંગ, રહેવાની વ્યવસ્થા, પારિવારિકહિંસાના સંજોગોમાં સહાય, માનસિક આરોગ્ય અને નશો તથા દારૂ મુક્તિ સેવાઓ, વાલીપણાના સહાયક જૂથો, બાળકો માટેની સેવાઓ, આર્થિક સહાય અથવા કાનૂની સહાય જેવી તમને સહાયકર્તા સેવાઓ સાથે તમને જોડી શકે છે.
- મૂળભૂત જીવન જરૂરિયાતના ખર્ચા અને અન્ય ખર્ચાઓ માટે ભંડોળ મેળવવામાં તમને ટેકો આપી શકે છે.
- જો તમે ઘરમાં અથવા સંબંધોમાં અપમાનજનક અથવા નિયંત્રિત વર્તન કરતાં હોવ તો, તમને તેમાં બદલાવ કરવામાં સહાય કરવા તમારી સાથે કામ કરી શકે છે.
હું ઓરેન્જ ડોરનો સંપર્ક કેવી રીતે કરી શકું?
ઓરેન્જ ડોર સોમવારથી શુક્રવાર સવારના ૯થી સાંજના ૫ સુધી ખુલ્લું છે (જાહેર રજાના દિવસોએ બંધ છે).
તમારી સ્થાનિક સેવા શોધવા સ્થાન અથવા પોસ્ટકોડનો ઉપયોગ કરી શોધો(opens in a new window).
જો તમે સંદેશાવ્યવહાર સહાયકોનો ઉપયોગ કરો છો અથવા ઓસલાન સહિત દુભાષિયાનો ઉપયોગ કરો છો, તો ઓરેન્જ ડોર તમારી સાથે કામ કરી શકે છે.
મારે દુભાષિયાની જરૂર છે
જો તમારે દુભાષિયાની જરૂર હોય તો, સેવાને જણાવો. સેવાની નીચેની વિગતો જણાવો:
- તમારો ફોન નંબર
- તમારી ભાષા
- કયા સમયે તમને ફોન કરવો સલામત છે.
ત્યારબાદ એક દુભાષિયો તમને વળતો ફોન કરશે.
શું ઓરેન્જ ડોર મારા માટે રચાયેલ સેવા છે?
ઓરેન્જ ડોર દરેક ઉંમર, લિંગ, લૈંગિકતા, સંસ્કૃતિ અને ક્ષમતાવાળા લોકોને આવકારે છે. તમામ સંસ્કૃતિ અને ધાર્મિક ભાવનાઓનો આદર કરવામાં આવે છે. જો તમે ફક્ત પુરુષ અથવા ફક્ત સ્ત્રી કર્મચારી સાથે કામ કરવાનું ઇચ્છતા હોવ તો, કર્મચારીને જણાવો. ઓરેન્જ ડોર વ્યક્તિઓ અને પરિવારોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે બહુસાંસ્કૃતિક સેવાઓ, એલજીબીટીઆઈ સેવાઓ અને વિકલાંગતા સેવાઓ સાથે કામ કરે છે. કર્મચારી તમને વિકલ્પો વિષે માહિતી આપશે અને તમારે જરૂરી સેવાઓ સાથે તમને જોડી આપશે.
તમે હિજરતી કે આશ્રય ઇચ્છુક હોવ અથવા તમે કાયમી રહેવાસી ન હોવ તો પણ અમે તમને સહાય કરી શકીએ છીએ. તમારી સ્થળાંતર સ્થિતિને લીધે સહાય માંગતાં ગભરાશો નહિં. આ એક નિઃશુલ્ક સેવા છે. તમે તમારી સ્થિતિની ચર્ચા ફોન પર કરવાની પસંદ કરશો કે રૂબરૂમાં તે ઓરેન્જ ડોર કર્મચારીને જણાવો.
જો ઓરન્જ ડોર ખુલ્લું ન હોય તો મારે ક્યાં જવું?
આ સમય સિવાય નીચેની સેવાઓનો સંપર્ક કરો:
- મેન્સ રેફરલ સર્વિસને ૧૩૦૦ ૭૬૬ ૪૯૧ (સોમવારથી શુક્રવાર સવારે ૮થી સાંજના ૯ સુધી, શનિ-રવિ અને જાહેર રજાના દિવસોમાં સવારે ૯થી સાંજનાં ૬ સુધી) (પુરુષો માટે પારિવારિક હિંસા બાબતમાં ફોન પર કાઉન્સેલિંગ, માહિતી અને સંદર્ભ સેવા)
- ૧૮૦૦ ૦૧૫ ૧૮૮ (૨૪ કલાક, અઠવાડિયાના ૭ દિવસ) સેફ સ્ટેપ, એ પારિવારિક હિંસાનો ભોગ બનેલા માટેની સેવા છે. તમે સેફ સ્ટેપને ઇમેલ પણ કરી શકો છો અથવા તેમની જીવંત વેબ ચેટ સહાય સેવાનો ઉપયોગ કરી શકો છો
- વિક્ટિમ્સ ઓફ ક્રાઇમ હેલ્પલાઇન (ગુનાનો ભોગ બનેલા દરેક માટે અને પારિવારિક હિંસાનો ભોગ બનેલા પુખ્તવયના પુરુષો માટે) ૧૮૦૦ ૮૧૯ ૮૧૭ અથવા સંદેશો મોકલો ૦૪૨૭ ૭૬૭ ૮૯૧ (દરરોજ સવારે ૮થી રાતના ૧૧ સુધી)
- સેક્શ્યુઅલ અસોલ્ટ ક્રાઇસિસ લાઇન, જાતીય હુમલોનો ભોગ બનેલા લોકો માટે છે ૧૮૦૦ ૮૦૬ ૨૯૨ (૨૪ કલાક, અઠવાડિયાના ૭ દિવસ)
જો તમે કે અન્ય કોઇ તત્કાળ જોખમમાં હોય તો, તત્કાળ સહાય માટે ત્રણ શૂન્ય (000) પર ફોન કરો.
પ્રતિસાદ અને ગોપનિયતા
ઓરેન્જ ડોર સાથેના તમારા અનુભવનો પ્રતિસાદ તમે orangedoor.vic.gov.au/feedback પર જઇને ઓનલાઇન પ્રતિસાદ ફારમ ભરીને અથવા ૧૮૦૦ ૩૧૨ ૮૨૦ પર ફોન કરીને તમારા કર્મચારી, પરિનિરીક્ષક કે વ્યવસ્થાપક સાથે વાત કરીને આપી શકો છો.
અમે તમારી ગોપનિયતાને ગંભીરતાથી લઇએ છીએ. અમે તમારી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીશું તે જાણવા, કૃપા કરીને અમારી ગોપનિયતા નીતિ જોશો.
Updated