The Orange Door

Gujarati

  

The Orange Door શું છે?

The Orange Door એ ઘરેલું હિંસાનો ભોગ બની રહેલી સ્ત્રીઓ, બાળકો અને યુવા લોકો માટેની અને બાળકો અથવા યુવા લોકોની સંભાળ લેવામાં જેમને સહાયતાની જરૂર હોય એવા પરિવારો માટેની સેવાઓને ઍક્સેસ કરવાની એક નવી રીત છે.તમારે The Orange Doorનાં માધ્યમથી મદદ અને સહાયતાને મેળવવા માટે કોઈ રેફરલની જરૂર પડતી નથી.

The Orange Door મારા માટે શું કરી શકે છે?

નીચેના કિસ્સાઓમાં The Orange Doorનો સંપર્ક કરો:  
  • જો તમારા સાથી, પરિવારના સદસ્ય, ઘરમાં સાથે રહેનારી વ્યક્તિ અથવા સંભાળ રાખનારી વ્યક્તિ જેવી તમારી નજીકની કોઈ વ્યક્તિ તમને પીડા આપી રહી હોય, તમારા પર નિયંત્રણ રાખી રહી હોય અથવા તમને ડરાવતી હોય
  • જો પારિવારિક સંઘર્ષ, નાણા વિષયક સમસ્યાઓ, બીમારી, વ્યસન, શોક અથવા અળગાપણાને લીધે તમને પેરેંટિંગ કરવામાં મુશ્કેલી આવી રહી હોય
  • જો તમને કોઈ બાળક અથવા યુવા વ્યક્તિની સલામતી અને સુખાકારીની ચિંતા થતી હોય
  • જો તમને કોઈ મિત્ર અથવા પરિવારના સદસ્યની સલામતી વિશે ચિંતા થતી હોય
જો તમે માઇગ્રન્ટ કે રેફ્યુજી છો અથવા તમે કાયમી નિવાસ ધરાવતા નથી, તેમ છતાં પણ અમે તમારી મદદ કરી શકીએ છીએ. તમારી માઇગ્રેશનની સ્થિતિને લીધે સહાયતા માંગવાથી ગભરાશો નહીં. આ એક નિઃશુલ્ક સેવા છે. The Orange Doorના કાર્યકર્તાઓને જણાવો કે તમે તમારી પરિસ્થિતિની ચર્ચા ટેલિફોન પર કરવાનુ કે રૂબરૂ કરવાનું પસંદ કરશો. 

મને એક દુભાષિયાની જરૂર છે

જો તમને દુભાષિયાની જરૂર હોય તો સેવાને તે અંગે જણાવો.સેવાને નીચેની બાબતો જણાવો:
  • તમારો ફોન નંબર
  • તમારી ભાષા
  • કૉલ કરવાનું ક્યારે સલામત રહેશે.
ત્યારબાદ દુભાષિયો તમને કૉલ બેક કરશે.

શુંThe Orange Door એ મારા માટે રચાયેલી સેવા છે?

The Orange Door, કોઈપણ ઉંમરના, લિંગના, લૈંગિકતા અને ક્ષમતા ધરાવનારા લોકોને આવકાર આપે છે. સંસ્કૃતિઓ અને ધર્મની તમામ પસંદગીઓને માન આપવામાં આવે છે. તમે પુરુષ કાર્યકર્તા કે સ્ત્રી કાર્યકર્તા સાથે કામ કરવાનું પસંદ કરતા હોવ તો કાર્યકર્તાને તે જણાવો.The Orange Door વ્યક્તિઓ અને પરિવારોની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે બહુ સાંસ્કૃતિક સેવાઓ, એલજીબીટીઆઇ (LGBTI) સેવાઓ અને વિકલાંગતા સંબંધી સેવાઓ સાથે કામ કરે છે.સ્ટાફ તમને વિકલ્પો વિશે માહિતી આપશે અને તમને જેની જરૂર હોય એ સેવાઓ સાથે કનેક્ટ કરી આપશે.

The Orange Doorની સેવા ક્યાં આવેલી છે?

તમારી સ્થાનિક સેવા શોધવા માટે વિસ્તાર અથવા પોસ્ટકોડનો ઉપયોગ કરો.

The Orange Doorની સેવા ક્યારે ઉપલબ્ધ હોય છે?

The Orange Doorની સેવા સોમવારથી શુક્રવારે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે (જાહેર રજાઓના દિવસે બંધ).

The Orange Doorની સેવા જ્યારે ઉપલબ્ધ ન હોય ત્યારે મારે ક્યાં જવું જોઈએ?

ઉપરોક્ત સમય સિવાયના સમયે નીચે આપેલી સેવાઓનો સંપર્ક કરો:
  • મેન્સ રેફરલ સર્વિસનો 1300 766 491 પર (સોમવારથી શુક્રવારે સવારે 8 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીમાંઅને શનિવાર તથા રવિવારે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં) સંપર્ક કરો (પુરુષો પ્રત્યે થતી ઘરેલું હિંસા સંબંધી ટેલિફોન કાઉન્સેલિંગ, માહિતી અને રેફરલ સેવા)
  • સેફ સ્ટેપ્સ (Safe Steps) પારિવારિક હિંસાના પીડિતો માટેની સહાયક સેવા છે 1800 015 188 (અઠવાડિયાના 7 દિવસ, 24 કલાક). તમે સેફ સ્ટપ્સને ઇમેલ પણ કરી શકો છો અથવા તેમની લાઇવ વેબ ચેટ સપોર્ટ સર્વિસનો ઉપયોગ કરી શકો છો
  • વિક્ટિમ્સ ઑફ ક્રાઇમ હેલ્પલાઇનનો (ગુનાનો ભોગ બનેલા તમામ પીડિતો માટે તથા ઘરેલું હિંસાનો ભોગ બનેલા પુખ્તવયી પુરુષ પીડિતો માટે) 1800 819 817 પર (દરરોજ સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીમાં) સંપર્ક કરો
  • સેક્યુઅલ અસોલ્ટ ક્રાઇસિસ લાઇન (The Sexual Assault Crisis Line) જાતીય હુમલાના પીડિતો માટે છે 1800 806 292 (અઠવાડિયાના 7 દિવસ, 24 કલાક) 


જો તમે અથવા કોઈ બીજી વ્યક્તિ તાત્કાલિક જોખમમાં હોય, તો ઇમર્જન્સી આસિસ્ટન્સ માટે ટ્રિપલ ઝીરો (000) પર કૉલ કરો.